હ્રદયથી આપને ઉચ્ચારતાં જોઇ ગયો છું હું,
તને મારા વિશે કંઇ ઘારતાં જોઇ ગયો છું હું.
રહે છે કેટલું ભીનું હવે અસ્તિત્વ મારું પણ,
કદી કોઇને આંસુ સારતાં જોઇ ગયો છું હું.
મને લાગ્યો નથી ડર નાગનો એના પછી કોઇ'દિ,
ચડેલા ઝેરને ઉતારતાં જોઇ ગયો છું હું.
હતી સામે જ ગંગા, મેં કદી ઘોયાં નહીં પાપો,
કરમનો ચોપડો ઉઘારતા જોઇ ગયો છું હું.
મળી જ્યાં બાતમી આપ્તજનોથી ઘાવની '',
પછી ત્યાં ખુદથી ખુદને હારતા જોઇ ગયો છું હું.