Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક નવો દિવસ જો આપણું પોતાનું એક નવું સ્વરૂપ માંગતો હોય તો સ્વાભાવિક રીતે જ આપણે આગળ વધવા માટે મહેનત તો કરવી જ પડે. કંઈક એવું દરરોજ કરવું પડે કે જેથી ગઈ કાલ કરતા આજનું આપણું કામ વધુ સારુ દેખાય. આગળ વધવાનો શ્રેષ્ઠ રસ્તો છે નવું નવું જાણવું. તમે જે ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા હો તેનાં વિશે શકય એટલી માહિતી ભેગી કરી તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો.
એક કારીગર પહેલા કોઈ કળા શીખે છે, પછી એનાં ઉપર અવનવા પ્રયોગો કરી એમાં મહારત મેળવી લે છે, જેનાં ઉપયોગથી એ આગળ વધે છે, ખ્યાતનામ બને છે અને કમાણી પણ કરે છે.
આપણે આગળ વધવા માંગતા હોઈએ, મહેનત પણ કરીએ પણ જો એ જ ખબર ન હોય કે કઈ દિશામાં આગળ વધવાનું છે તો બધી મહેનત નકામી જાય. માટે સૌથી પહેલા તો એક લક્ષ્ય નક્કી કરો. પછી એને લગતી માહિતી ભેગી કરો અને ત્યારબાદ એ દિશામાં આગળ વધો તો ક્યારેય પાછા જોવાનો વારો નહીં આવે.
તમારા માર્ગમાં અડચણ ઊભી કરવાવાળા ઘણાં લોકો મળશે. નક્કી તમારે કરવાનું છે કે બદલો લેવા પાછળ સમય બરબાદ કરવો છે કે એમને અવગણીને પોતાનુ કામ ચાલુ રાખવું છે? જો કામ ચાલુ રાખશો તો બે ફાયદા થશે - એક તો તમે તમારા કામને પુર્ણ કરી શકશો અને બીજુ આ કામની સફળતા સામેવાળી વ્યક્તિના તમામ પ્રયાસોને નાકામ સાબિત કરી દેશે.
અંતે આપણે જ નક્કી કરવું કે માર્ગમાં આવતા પથ્થરોથી ઠોકર ખાવી છે કે એનાં જ પગથિયા બનાવી આગળ વધવું છે?
#આગળ

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111458274
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now