હવે હું તને કદીયે યાદ નહીં કરું,
ફળિયે તારા જોતા સાદ નહીં કરું..!!
પહેલા તારી 'હા' માં જ 'હા' હતી,
હવે પહેલાં જેવાં સંવાદ નહિ કરું..!!
જો મને મળવા કોઈ'દિ આવી તું,
તો હું તારી સાથે વિવાદ નહિ કરું..!!
તારી આંખો મને બધુજ કહી દેતી હતી,
હવે આ આંખોનું અનુવાદ નહિ કરું..!!
તારા કારણે જો મને પીડા થશે તો,
હું તને કદીયે ફરિયાદ નહિ કરું..!!
આખુંય જગત કે'શે મને ક્યાં ગઈ,
પણ હું તને એક પણ નાદ નહિ કરું..!!