આજે નવા એટલે કે જૂન મહિનાની શરૂઆત છે. જો શરૂઆત સારી તો અંત પણ સારો, એવું આપણે ત્યાં માનવામાં આવે છે. તો રાહ જોઈએ. આજથી શરૂઆત થાય છે અનલોક 1 ની. આશા રાખીએ કે એ સારી થાય. જેથી સૌ કોઈ ફરીથી પોત પોતાના કામમાં મન લગાવે અને થોડા સમય માટે પણ કોરોનાને ભૂલે. કારણ, ઘરમાં બેસીને સમાચારમાં આખો દિવસ કોરોના જોઈને ઘણી વાર તો એવું લાગે કે મને પણ હશે જ, આ તો ટેસ્ટ નથી કર્યો એટલે.
હવે બધુ નવેસરથી જ શરૂઆત કરવાની છે તો કેમ નહીં સકારાત્મક વિચારો સાથે કરીએ! સંબંધો સુધારવાની શરૂઆત કરીએ, એકબીજાને માફ કરવાની શરૂઆત કરીએ, બદલો લેવાનું થાય એવું કામ જ ન કરીએ. ઘરમાં બેસીને એટલી તો ખબર પડી કે એકબીજાનાં સંપર્કમાં રહેવાની શરૂઆત જો ન કરીશું તો ક્યારે કરીશું? ભલે મળવા ન જઈ શકીએ ફોન દ્વારા વાતચીતની શરૂઆત તો કરીએ. વર્ષોથી જેમનાથી નારાજ છીએ એમને મનાવવાની શરૂઆત કરીએ.
આત્મનિર્ભર બનવાની જયાં વાત ચાલે છે ત્યાં આપણાં સંબંધો, કામ વગેરે સુધારવાની શરૂઆત જાતે જ કરીએ, પહેલા કોણ શરૂઆત કરે એની રાહ જોયા વગર. આપણામાં રહેલું કૌશલ્ય બતાવવાની શરૂઆત કરીએ અને પ્રગતિ કરીએ. જે સંસ્થા સાથે જોડાયેલા છીએ એની સાથે વફાદારી રાખીને એમા જ વધુ પ્રગતિ થાય એવા પ્રયત્નો કરીએ(અપવાદો બાદ કરતાં).
સકારાત્મક ભાવના વધારવાની શરૂઆત કરીએ.
#શરૂઆત