Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈકે તો હવે શરૂઆત કરવી પડશે.
અંધારી અમાસની રાત ટાળવી પડશે.

બીજાને ' ખો ' દેવાથી કામ નહીં ચાલશે,
કોઈકે તો સાવસાચી વાત કહેવી પડશે.

પારકી આશા સદાય નિરાશા અપાવે,
કોઈકે તો પોતાની ઘાત વિદારવી પડશે.

સમસ્યાની પરંપરા આવ્યા જ કરવાની,
કોઈકે તો એની નાતને પડકારવી પડશે.

પ્રગટી જવું આત્મબળનું અત્યંત જરૂરી,
કોઈકે તો જીવનમાં ભાત આકારવી પડશે.

ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર .
#શરૂઆત

Gujarati Motivational by Chaitanya Joshi : 111457145
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now