શબ્દ:- વાત કર.
સ્કુટર સાથે થયેલા ગમખ્વાર અકસ્માતનો ભોગ બનેલા દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો એવી જાણ થતાં જ પિતા નરેશભાઈ અને માતા સરલાબેન આવી પંહોચ્યા.પિતાને ડોક્ટરે જણાવ્યું હિંમત રાખજો દિકરો બ્રેઈન ડેડ છે. આ વાતથી અજાણ માતા દિકરા ને વાત કર ,વાત કર બોલી ઢંઢોળી રહ્યાં.
ડોક્ટરે દિકરા ધ્રુવ નાં અંગદાનથી કેટલી જીંદગી બચે એમ છે તે સમજાવ્યું અને નરેશભાઈ ડોક્ટર ને લઈ સરલાબેન પાસે આવી ધ્રુવ હવે ક્યારેય વાત ન કરે સાંભળતાં જ કલ્પાંત કરી ઉઠી માવડી.ધીમે ધીમે ધ્રુવ નાં અંગદાન માટે તૈયાર કર્યા.ધ્રુવ હયાત નથી પણ એનાં અંગો એ બચાવેલી જીંદગી થી સંતોષ માની માવતર જીવી રહ્યા
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા