#શરૂઆત
જીવન આપે છે ખુબ,
તુ માગવાની શરૂઆત તો કર.
મંજીલ મળે છે ચોક્ક્સ,
તુ ચાલવાની શરૂઆત તો કર.
સ્વપ્ના બધા સાકાર થયા છે અને થાય જ છે,
તુ ચાલવાની શરૂઆત તો કર.
ડર ઉભી પૂછડીએ ભાગે છે,
તુ હિંમત કરવાની શરૂઆત તો કર.
હુ તારો છુ તારો જ રહીશ,
તુ મારી તરફ આવવાની શરૂઆત તો કર.
ગોતવા વાળા ને ભગવાન મળ્યો જ છે,
તુ ગોતવાની શરૂઆત તો કર.