Quotes by Deepti patel in Bitesapp read free

Deepti patel

Deepti patel

@deeptipatel8780


#આવાસ
આવાસ ને ઘર બનાવા
કેટલી મહેનત કરી ,
ઈશ્વર આપેલા આવાસ ને ,
જિંદગી આખી ઘર બનાવી
શકી યે છે ખરા ? ? ?

#હોઠ
કેહવું હોય ઘણું બધુ ,
પરન્તુ ઘણી બધી વાત ,
હયે આવી હોઠે અટકી જાય ! ! !

#અનન્ય
ઈશ્વર ની કયી રચના અનન્ય નથી !
માટે તો આધાર કાર્ડ માં ફિંગર પ્રિન્ટ રાખી!
શું આપણે બીજામાં આ અનન્ય પણું
જોયી શકીય છે ખરા???

Read More

#શરૂઆત
હવે નથી ખબર શરૂઆત ક્યાં થી કરવી
દોસ્ત ! આ કોરોના એ. ભલભલા ના,
સમીકરણ બદલાવી નાખ્યા છે?
રે !જિંદગી તને i love you કહેવાની,
શરૂઆત ક્યાં થી કરુ.

Read More

#પોતે
મને પોતે મારી સાથે રહેવું ગમે છે?
કે બીજા નો સતત સાથ શોધતા રહેવું છે?
રે !વિચિત્ર મન તું પોતે તારી સાથે રહેવા માંગે છે?
કે તું પોતે પોતાને સહન નથી કરી શકતો કે શું?
કેવી વિચિત્ર વિટંબણા !

Read More

#નસીબ
જો 100% મહેનત કરવાની તૈયારી હોય,
લક્ષ ઉંચુ હોય, તો આપોઆપ નશીબ ને
તમારી સાથે આવું પડે છે...

#પતંગ
પતંગ ની જેમ મને ઊંચી ઉડાન ભરવી છે.
આકાશ માં દૂર સુધી જવું છે.
અવનવા લોકો ને મળતા રહેવું છે.
ઉંચાઈ સુધી તો પહોંચતા ઘણા ઠુમકા ખાવા પડ્યા છે .
પવન સાથે સતત તાલમેળ કરવા ઘણી મહેનત કરી છે.
કાસ ! તેનો પેચ મારી સાથે ના લાગ્યો હોત.
પણ સમજાયું કે તૂટી ને સમર્પિત થવા માં પણ ક્યારેય મજા છે.

Read More

#આનંદી
હું આનંદ માં છું? એવું તમને લાગ્યું?
હા, દેખાય છે. બધું યે સાચું લાગ્યું?
ક્યારેય કોશિશ કરી તમે જાણવા ની,
હું કેમ આજે આટલા આનંદ માં છું?
ક્યાંય કોને પડી છે તે જાણવાની,
હા હવે મેઁ જાતે નક્કી ક્રર્યુ કે હું હવે
આનંદ માં જ રહીશ.

Read More