નજર શું મળી નજર થી
થઇ #શરૂઆત મારા પ્રેમ ની
ધાયલ થયા એની અદા થી
ખતા પણ ક્યાં હતી એમની?
કાયલ થઈ ગયો એના પ્યાર નો
કોને કહું વાત આ નાદાં દિલની?
યાદો છવાઈ ગઈ દિલ માં
હવે એને ભુલાવવી કેમની?
સમજે છે હજુ પારકા અમને
કેમ દવા કરવી એમના વેમ ની?
આશ છે દિલ માં મળશે જરૂર
દિલ રાહ જોવે છે હજુ જેમની
....✍️ વિ.મો.સોલંકી "વિએમ"
#શરૂઆત