ભજન
પ્રાથના અને ભજન છે આત્મા નો ખોરાક; છે આં એક અદ્રશ્ય અન્ન;
છે એ, એક મોબાયલ ફોન જેવું , વાપરી શકે હર એક, વિધવાન કે અભણ
દિલથી ગાયલું ભજન કરે ચમત્કાર, વ્યાપે અંતર માં, ખૂણે ખૂણે, કણ કણ (માં )
હે સાંઈ , લખાવજે આં ભજન, હાથ મારો ઝાલી, જગાડી મારું અંતર મન
જે ગાતાજ, તૃપ્ત અને પુલકિત થઈ જાય હરૅક્નું હૃદય, તન અને મન
જે સાંભળતા જાગી ઉઠે આત્મા શ્રોતાઓનો , એવું લખાવજે ભજન.
થઈને ભાવ વિભોર ગાય હર કોઇ; હોય એ ગાનાર કે સાંભળનાર, એવું લખાવજે ભજન.
Armin Dutia Motashaw