#મંદબુદ્ધિ
આજના શબ્દ પરથી મને ઘણાં વર્ષો પહેલાની એક વાત યાદ આવી ગઈ.....
ઉંમર હતી મારી 6 વર્ષ.મારી આદત મુજબ હું રોજ સાંજે પપ્પા સાથે બગીચામાં રમવા જતી હતી.ત્યાં મારા જેમ જ ઘણા બાળકો આવતા હતા રમવા માટે ,પણ મારી નજર તો મારા ઉંમરની એક છોકરીને જ શોધતી.
ત્યાં એક છોકરી આવતી જેની ઉંમર મારા જેટલી હતી પણ લોકો એને મંદબુદ્ધિ કેહતા.એ પણ મારા જેમ જ એના પપ્પાની સાથે આવતી.એ છોકરી સાથે કોઈ બાળક રમતું નહીં.ત્યાં આવતા બીજા મોટા માણસો પણ પોતાના બાળકોને એ "મંદબુદ્ધિ" છે એવું કહીને એની સાથે રમવાની ના પાડતા હતા.હા,પણ હું તો એની જ સાથે રમતી .ખાસ મિત્ર સાથે રમવાનો લ્હાવો નસીબદરને જ મળે .ત્યારે એવી ખબર નતી પડતી કે આ બાળકને લોકો મંદબુદ્ધિ કેમ કેહતા હતા .લોકો કેમ એના સાથે સામન્યથી જારક અલગ વર્તન કરતા હતા.આજે જ્યારે આ શબ્દ વાંચ્યો ત્યારે અચાનક જ મને મારા બાળપણની એ યાદગાર પળો યાદ આવી ગયી.....
હું ઘણા સમયથી ખૂબ જ વિચારમાં હતી કે 12th SCIENCE પછી હવે આગળ શું કરવું.આજના શબ્દને કારણે મને એ SPECIAL CHILD યાદ આવી અને હવે મેં પાક્કો નિર્ણય કરી લીધો છે કે મને નાનપણથી જ મનોવિજ્ઞાન વિષયને સમજવાનો ગાંડો શોખ છે જ .તો બસ હું મનોચિકિત્સક બનીશ.મનોવિજ્ઞાન સમજીશ અને લોકોને પણ સમજાવીશ કે મંદબુદ્ધિ જન્મતા લોકો પણ માણસ છે.એમને સામાન્ય લોકોની જેમ જ સમજવા જોઈએ .
"આજના એક શબ્દને કારણે મારા જીવનમાં સૌથી સુંદર વળાંક આવશે.........."
આભાર धन्यवाद THANK YOU.......🙏😇