મારી ડાયરી....✍️
પિંજરે પુરાયેલા પંખી ઓ ને જોઈ ને મને બહુ દયા આવી.
પંખી વેચવા વાળા ને કહ્યું ..આ બધા પંખી મારે ખરીદવા છે.
વિસ્મિતભાવે એણે પૂછ્યું કે શું કરશો પછી?
મે કહ્યુ ઉડાડી દઈશ
એણે કહ્યું કે તો તો પછી એ મરી જશે...
મે પૂછ્યું કેમ?
એણે કહ્યું જનમ્યા ત્યારથી જ પિંજરાનાં સુરક્ષિત વાતાવરણ માં ઉછર્યા છે...
પોતાની સુરક્ષા કેમ કરવી એતો એ શીખ્યા જ નથી...
તરત જ કોઈ ના શિકાર નો ભોગ બની જશે.....
વિસ્મિત થઈ મે સાંભળ્યા કર્યું...
Parenting નો ઉમદા પાઠ શીખવાડી ગયો...Asi..