જનરલી મારો સ્વભાવ બહુ બોલકો,કોઇક ને ચીડવવા માટે ,ઘણી વાર ન બોલવાનુ બોલતી હોવ. લગ્ન પછી સાસરે જવાનુ થયુ,અમારે લગ્ન પછી એકાદએક વષૅ પિયર થી સાસરી કોઇક પ્રસંગોપાત,કે વારતેહવાર જવાનુ થાય.
મારા પતિ દીપકનો ખુશમિજાજી સ્વભાવ,ઘર મા બહેન નહી અને ભાઇ કરતા નાના એટલે લાડકા કહો તો કઇ ઘટે નહી. પહેલા, મમ્મી કોઇ કામ ન કરવા દેતા,આમેય પુરૂષો ને કોઇ કામ ન કરવાનુ હોય એવી એમની પોતાની (દિપકની) ગ્રંથી જે સામાજીક કહો તોય વાંધો ન આવે, ભાઇ ના લગ્ન પછી ભાભી આવ્યા એટલે એમને કોઇ કામ ન સોંપે.
બીજુ કે ભાઇ અને ભાભી ની કેમેસ્ટ્રી પણ જોરદાર. ભાઇ ટીચર,એટલે બધુ શિસ્તબંધ જોઇએ, ભાભી પણ એટલાજ સમજુ અને કામ મા એકકો.
શનિવાર ના દિવસે ભાઇ ને વહેલી સ્કૂલ હોય,અેમાય પાછુ અપડાઉન, ભાભી માટેય વહેલી સ્કૂલ જેવુજ,ભાઇની પહેલા ઉઠે,પાણી ગરમ કરી દે,ચા-નાસ્તો બનાવી,પાણી ની બોટલ સુધ્ધા ભરી દે.
એક દી હુ અને ભાભી વાતો કરતા હતા,હુ આ બધુ દીપક ના પગ ખેચવા બોલી હતી કે હુ તો તમારા માટે આટલુ વહેલુ ન જાગુ, પાણી જાતે ગરમ કરી લેવાનુ હીટર પર એવુ બધુ. દીપક પણ મજાક મા 'તો પરણ્યા તા શુ કામ? એવી બધી નોકજોક ચાલતી જતી.
સમય પાણી ની જેમ પસાર થતો ગયો
એ વાત ને બે મહિના ઉપર થવા આવ્યુ હશે એક દી ભાભી ને એમના બહેન ને ત્યા રાતવાસો જવાનુ હતુ. પેલે થી નક્કી થયેલુ કે, હુ સાસરી જાઉ એટલે ભાભી રાતવાસો રોકાશે .પરંતુ ભાભી એ દી ગયા નહી, મને એમ કે ભાઇ એ ના પાડી હશે.
થોડાક દિવસો પછી અમે બધા બેઠા હતા.ત્યારે મને ખબર પડી કે, પેલા દીવસ હુ દિપક ને મજાક મા બોલી હતી કે 'હુ વહેલી ન ઉઠુ' મારી એ વાત ને એ લોકો એ આટલી બધી રીસ્પેક્ટ થી લીધી હતી.
ખરેખર આ વાત હ્રદયમાં ઘર કરી ગઇ.