Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રકૃતિ 


જયારે મળે છે બધું મફત, ત્યારે હોતી નથી આપણને એની કદર 


ખુદા આપતો રહે છે, આપણે લેતાં રહિયે છે, ઝાંક્યાં વગર, આપણી અંદર;


વગર વિચાર્યે, સુવિધાઓ વાપરતાં રહિયે છે આપણે તો, બસ  બની સિકંદર.


 કુદરત આપે છે પ્રાણવાયુ, પ્રયત્ન કરવો જોઈએ રાખવા એને અતિ  શુદ્ધ 


ઝાડો ઉગાડી પ્રાણવાયુ વધારવાનો કરવો જોઇએ આપણે પ્રયત્ન સતત.


નદી આપે છે નીર થઈ ઉદાર; પણ આપણે એને કરીયે છીએ પ્રદ્યુશિત બેહદ 


ધરા આપે છે ધાન ધમધોકાર પણ વગર વિચાર્યે, બગાડીયે છિયે એને અનહદ.


એના ઉપર કરવો જોઈએ નહિ અત્યાચાર કે  કોઇ જાતનો પ્રહાર 


અંતર મનથી, માનવો જોઇએ કુદરત નો પાર વારંવાર, અનેક વાર 


તો જ સુખી થશે આં માનવજાત, આં  સૃષ્ટિ અને સંસાર 


Armin Dutia Motashaw 

Gujarati Poem by Armin Dutia Motashaw : 111454882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now