પંખીઓના કલબલાટે પ્રભાતની જાહેરાત કરી.
રવિના ઉદયે અવકાશે પ્રભાતની જાહેરાત કરી.
સળવળ્યાં માનવોને શેરીગલી બોલવા લાગીને,
નભે અવનવા અજવાસે પ્રભાતની જાહેરાત કરી.
ધેનુ ચરાવવા ગોવાળોએ રસ્તા રોકી લીધાને,
શશીના નિજગૃહ વાસે પ્રભાતની જાહેરાત કરી.
જાગ્યા મંદિરમાં દેવોને ઘંટારવે આરતી થઈને,
નૂતન આશાના પ્રકાશે પ્રભાતની જાહેરાત કરી.
આંગણ શોભાવતાં વિહંગને હલક દૂધની થઈ,
ચા તણા સ્ફૂર્તિ સંચારે પ્રભાતની જાહેરાત કરી.
ચૈતન્ય જોષી ' દીપક' પોરબંદર