છુટી જતું સઘળું વિશ્વ, માત્ર એક શ્વાસ મા,
ને પકડાઈ જતું બધુંય, અંતરંગ પ્રકાશ માં;
ખેલ માત્ર છે ખેલવાનો, તૃષ્ણાને ત્યાગી અહીં,
ખેલાડી મટી જાય છે, આશા ના વિશ્વાસ માં;
છુટી જાય છે પછી, પ્લેટફોર્મ પરથી ગાડી એ,
જીંદગી જીવી જીવાય છે, પછી અનુરાગ માં;
તૃણ સમાન અસ્તિત્વ છે, પંચભૌતિક પ્રપંચ માં,
ધ્યેય સાધે ધ્યાન થકી, આત્મભાવે વિતરાગ માં;
આનંદ અહો! સદ્ભાગ્યથી,સાંપડે છે નીજ રૂપમાં,
એકત્વની અનુભૂતિ,અનન્ય ભક્તિથી પ્રકાશ માં;
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::;: