ઈઝહાર ઈશ્ક માં છે , ફના થવાની જ ફિતરત
હદ થી પાર જીદગી,બેહદ થવાની જ ફિતરત
જાદુ છે ગુમનામ થઈ જવાનું, એક હુનર અહીં
હયાતિ ની જ પાર, પહોંચી જવાની જ ફિતરત
દરઅસલ , દરતરફ તો નથી છે હુશ્નનો હુનર
ચારો તરફ મોજુદગી માં, રહી જવાની ફિતરત
ખ્વાહીશ છે ખાક થઈ જવાનું, દેહ પાર જ્યારે
મળી જવાનું મહોબત માં, મટી જવાની ફિતરત
એક લહર ઊઠી છે , અનંત ને મળવા અદ્ભુત
આનંદ સ્વરૂપ માં જ , ઓગળી જવાની ફિતરત
:;;;;;;;;;;;;;;;;😂😂;;;;;;;;;😂😂;;;;;;;;;;;;