ના તલાશ કર, ભીતર મૌજુદ છું
જો તો જરા, નૂર નો પૈગામ છું
બદસૂરત ક્યાં છે વજૂદ મારું
ફુલો ની ખૂબસૂરત નજાકત છું
મીઠો અહેસાસ છે મધુરતા નો
શબ્દોની જાળ ,અમૃત મય છું
ચાહત ના રંગ માં રંગીન છે જીંદગી
પ્રેમ પુર્ણ રંગીન મેઘધનુષ છું
વફાદારી થી ચાલતી રાહ જીંદગી ની
રસ્તો જ્યાં અટકે એ જ મંઝીલ છું
રૂખસત નથી કે, મિલન કદી છે મારૂં
પ્રવાસી ચેતના નો આવિર્ભાવ છું
:::::::;;;😂😂:::::;;;😂😂::::;:;: