Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"બલિદાન ક્યારે અપાય ?" પ્રશ્ન સાથે મદનલાલ ઢીંગરા સાવરકરજી સામે જોઈ રહ્યા . કર્જન વાઈલીનો ડાટ વારવા માટે ઢીંગરા ઉત્સુક હતા . ત્યારે પોતાના મોટા ભાઈ સમાન એક પ્રખર જ્ઞાની કે જેમનામા અખુટ જ્ઞાનનો પ્રવાહ વહે છે . જેમનામા દેશ માટે બલિદાન આપવાના ભાવના છે જેમનું વ્યક્તિત્વ એક યુગપુરૂષ છે . શંકરની વચ્ચેની આંખ જેવું દાવાનળ અને ગંગા જેવું નિર્મળ જીવન છે . પોતાની છાતીના ધબકારા માતૃભૂમિ સાથે તાલ મિલાવી ચાલે છે . એવા પુરુષ સામે ઢીંકરાએ પ્રશ્ન કર્યો . પોતાના ભાલ પર દ્રઢતા લાવી સાવરકરજીએ જવાબ આપ્યો , " બંધુ બલિદાન કોઈ દિવસ સમય નથી જોતું , પણ સમય ઉપર પોતાના હસ્તાક્ષર કરે છે "
સાવરકારે પોતાના મૃત્યુ સુધી એકપણ વાર સત્તા ભોગવવાનો કે સત્તામાં આવવાનો વિચાર નહી કર્યો . સાવરકર જન્મજંયતિ ગત દિવસમાં ગઈ એટલે આ લેખ લખવાનો થયો . બધા મિત્રો જાણેજ છે કે સાવરકરજી જેટલો કોઈએ જેલવાસ નથી ભોગવ્યો . છતા આઝાદી ગાંધી અને નેહરૂના નામે અંકિત થઈ ગઈ . કાળાપાણીની સજામાં થતી વેદનાનું વર્ણન સાવરકરજીએ પોતે લખેલી "માજી જન્મટીપ" મરાઠી પુસ્તકમાં કર્યું છે .
પોતે એક કવિ , લેખક , તત્વજ્ઞાની, સમાજશાસ્ત્રી એક ઉમદા વકિલ પણ હતા . બેવડી જનમટીપની સજા થઈ હતી એટલે કે પચાસ વરસનો અંધકાર , આંદમાનની જેલમાં પસાર કરવાના . ૧૮૫૭ ના સંગ્રામનો ખુબ અભ્યાસ કર્યા પછી તેના પર એક પુસ્તક લખ્યું . જેના પર અંગ્રેજ સરકારે પાબંધી લગાવી હતી . નાની ઉંમરમાં માતાનો ખોળો ગુમાવ્યા બાદ આ ધરતીને જ પોતાની માતાનો ખોળે સમજી લીધે . પોતે ત્રણ ભાઈ હતા ત્રણે ભાઈએ જેલની સજા ભોગવી છે આ દેશ માટે સાવરકરજીના ધર્મપત્નીએ પોતાના ઘરેણા પણ વહેંચ્યા ત્યારે ભારતે આઝાદીનો સુરજ જોયો છે .
કાળકોઢરીમા લખવા માટે એક પણ કાગળ કે પેન નહતી , કોલસા થી દિવાલ પર કવિતા લખતા , કંઠસ્થ કરતા પછી ભુસી નાંખતા . સાત વરસે તો ખબર પડી કે તેમના મોટા ભાઈ પણ એ જ જેલમાં કારાવાસની સજા ભોગવે છે . કેવો પહેરો રહ્યો હશે ત્યારે એક ભાઈ પોતાના મા જણ્યા ભાઈને મળે અને પહેલીવાર હાથમા બાંધેલ બેડીના બંધન કાળ બને , સાત વરસે એકબીજાને બાહોપાસમા લીધા ત્યારે વાતાવરણ કેવું બન્યું હશે , એ દ્રશ્યની મૌન સાબિતી ધરાવતી સેલ્યુલર જેલની દિવાલ હજુ પણ ત્યાં ઉભી છે .
કોઈ પુરુસ્કાર કે કોઈ પદનું નામ નથી સાવરકર . સાવરકર તો એક દેશભક્તિનો લોહસ્થંભ છે જેના પર હાલના મણિશંકર અય્યર જેવા ચાટુકાર લોકોએ સાવરકરને ગદ્દાર કહી કાટ ચડાવ્યો છે . સાવરકરના પગમાં પડેલા ચીરાના મોલ લગાવા બેઠા છે , જેમની અગ્રજ પેઢી ચાઈના સાથેના યુદ્ધમાં દેશ સાથે ગદ્દારી કરતી હતી એ મણિશંકર અય્યરે સાવરકરનુ ચિત્ર સંસદભવન માથી બહાર કાઢ્યું . જે પાકિસ્તાનમા જઈ દેશને તોડવાની વાત કરે છે એ મણિશંકર સાવરકરને દેશદ્રોહી કહે ત્યારે દેશવાસીઓના પેટમાં પાણી પણ ડગે ....! આ દેશ સલમાન કે શારુખનો નહી પણ સાવરકર , સુભાષ અને સરદાર પટેલનો દેશ છે . જે યુગપુરુષમા કલમ અને કટાર ચલાવવાની તાકાત હતી . જેમના લેખ અને કવિતા પર પ્રતિબંધ લાદવામા આવ્યો , જેમને લોકોમાં અને ખાસ યુવાનોમાં દેશદાઝનો સંચાર કર્યો હતો તે પુરુષ આઝાદી મળતા જ દેશદ્રોહી થઈ ગયો ? તેમની દેશ ભક્તિ પર સંદેહ કરવામાં આવી રહ્યો છે .
મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111454062
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now