તારામાં ને મારામાં અંતર કેટલું..?
ચા અને કોફી જેટલુ....
તને હોટ મગમાં કોફી જોઈએ..
હું રકાબીમાં ચા પીવા વાળી..
તું કટરથી પિઝા કાંપે..
હું હાથથી દાળભાત ખાવા વાળી..
તું જીવે સોફિસ્ટિકેટેડ જીવન..
હું આડેધડ જીવવા વાળી...
તને તારું મૌન વહાલું..
હું સતત બોલવા વાળી..
તોય ખબર ના પડી કેમ મળી ગઈ..
કુંડળી તારી મારી....