ખુદનો માળો ઘર...
તણખલું એકેક જોડી એ ગુંથ્યો છે,
સુખદુઃખમાં અહીં મુહોબ્બતેં મળી છે,
બચપણ જવાનીનો યાદ-મેળો જામે છે,
દરેક ખુણો ઘરનો પોતીકો લાગે છે,
ધરતીનો છેડો ને થાકનો વિસામો છે,
વન, વૃદ્ધાવસ્થાનાં અહીં જ વિરામો છે,
પડાવ જીંદગીનાં વિતે હોલે હોલે છે,
કુટુંબનો કેકારવ ઘર મહીં કિલ્લોલે છે...
#માળો