ગઝલ
=========================
ઈચ્છાને તૃષ્ણાનો ,મન રૂપે અહીં માળો છે,
જીવે ગળે બાંધ્યો છે ,અહંકારનો ગાળો છે.
આકાશમાં ઉડવાને, તત્પર સદા મારું મન,
પાંખોને પ્રસરાવી છે,કાલ્પનિકતા તાળો છે.
બાંધી છે ગ્રંથીઓ, છુટકારો થશે કેમનો ?
પ્રેમ રૂપા પત્ની અને,નટખટ કોઈ સાળો છે.
પ્રેમાળ છે પ્રેમ રૂપ, રાધા રમણ કાળો છે,
આકર્ષતો કાનુડો , કામણ માં રૂપાળો છે.
આનંદમય ભાવ છે , વસુદેવ કુટુંબ નો,
દુશ્મન છે કોરોના વાઈરસ એતો ચાળો છે.
==========================