Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તોફાની કોને ગમે? લગભગ કોઈને નહીં. પણ તોફાની કાનુડાની લીલાઓ તો બધાએ જ વાંચી કે ટીવી પર જોઈ જ હશે. એ તો ગમી જ હશે. એટલે કે બધા જ તોફાની ગુસ્સો અપાવે એવા નથી હોતા. નાનું બાળક તોફાન કરતું હોય ત્યારે બધાને એ વ્હાલું જ લાગે છે. એ પણ એટલું જ સાચું છે કે બધા તોફાનો ગમે તેવા નથી હોતા. કેટલાંક નુકસાન પણ કરે છે.
તોફાની કોને ગણવા? ગુસ્સો અપાવે એવા કે નુકસાન કરે એવા? તોફાની તો બાળક પણ છે અને તોફાની તો વાવાઝોડું પણ છે. તોફાની તો ગુંડાઓ પણ છે અને તોફાની તો આતંકવાદીઓ પણ છે. તોફાન તો શાળાના બાળકો પણ કરે છે. પણ શું આ બધા તોફાનીઓને આપણે એકસરખી સજા કરી શકીએ? ક્યારેય નહીં.
એક બાળક જ્યારે તોફાની હોય છે ત્યારે જ જો એનાં તોફાનને આધારે સજા કરી દેવામાં આવે તો મને લાગે છે કે એ આગળ જતાં એ કોઈ ખોટો રસ્તો ક્યારેય નહીં પકડશે. પણ સજા એવી રાખવી કે એને એ ભારરૂપ નહીં લાગે અને એમાંથી એને બોધપાઠ મળે નહીં તો એનાં મનના એક ખૂણામાં નફરત ભેગી થતી જશે અને ભવિષ્યમાં એ ખોટા રસ્તે ચાલી જશે. અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્નાનુ પરવરીશ મુવી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તોફાની તો આંખો પણ હોય છે. પણ એ આપણને વ્હાલી લાગે છે કેમ કે આપણાં પ્રિયજનની હોય છે ને. આમ, તોફાની પણ અલગ અલગ હોય છે અને એને પસંદ કરવાની દરેકની પોતાની આગવી રીત હોય છે.
#તોફાની

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111451829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now