બનતી મા યશોદા અધીર તોફાની કાનુડો.
પજવે માતને સાગર ક્ષીર તોફાની કાનુડો.
થાય સાવ ભોળો દયામણું મોં દેખાડતો,
પરાક્રમે મારે મોટો એ મીર તોફાની કાનુડો.
દહીં દૂધનો સાવ એ ભોગી કદી ના મેલે,
માખણ ચોરીમાં છે માહીર તોફાની કાનુડો.
ગોપીઓનાં મટકાં ફોડીને જ જંપનારો એ,
કદી ના મળે નિજ અજીર તોફાની કાનુડો.
કરે ફરિયાદ ગોપીઓ મા યશોદા સમીપ,
તોય એને અસર ના લગીર તોફાની કાનુડો.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર
#તોફાની