હું કવિતા લખવાનું ભૂલી ગઇ છું
લાગણીઓનાં ટપ્પાં નથી પડતાં હવે
એ જ સૂરજ
એ જ વરસાદ
એ જ દર્દ
એ જ સાંજ
એ જ યાદ
એ જ પ્યાર
એ જ તું....
લખી લખીને માણસ
કેટલું લખે
અને એટલે
હું લખીશ નહીં
માટે હવેથી ગિફ્ટમાં
પેન નહીં આપતા
ચાર-પાંચ રબ્બર આપજો
બધું ભૂંસી નાંખવું
એ
પણ
મારા માટે લખાયા વિનાની કવિતા જ હશે !!