શક્તિનો સદુપયોગ કરે તે જ ખરો શક્તિશાળી.
કોઈનું કદી બૂરું ન વિચારે તે જ ખરો શક્તિશાળી .
કરે ઉપકાર કોઈ પર નબળો વખત એનો જોઈ,
ઠેરઠેર પ્રચાર કરતો ન ફરે તે જ ખરો શક્તિશાળી.
શક્તિ આખરે છે વરદાન ઈશ્વરદત્ત મનુષ્યને,
દુઃખમાં પગ પારોઠ ન ભરે તે જ ખરો શક્તિશાળી.
ના ઊઠે અકળાઈ જવાબદારી શિર પર આવતાં,
ધીરજ છેવટ લગી જે ધરે તે જ ખરો શક્તિશાળી.
હોય હિમાયતી સત્યનો વ્યવહારે જે સદા આચરે,
પરિણામના વિચારે ન ડરે તે જ ખરો શક્તિશાળી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#શકિતશાળી