દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી કોણ? નક્કી કરવું મુશ્કેલ છે. એક જંગલી પ્રાણી, પૈસાદાર વ્યક્તિ, ખુશ વ્યક્તિ કે પછી એક માતા જે પોતાના જીવને જોખમમાં મુકીને બાળકને જન્મ આપે છે? આપણે સૌ જાણીએ છીએ તેમ કે દરેક જગ્યાએ શક્તિશાળી બનીને કામ કરી શકાતું નથી, ક્યારેક પ્રેમ અને લાગણી વધુ શક્તિશાળી પુરવાર થાય છે.
સફળતા કોને નથી ગમતી? પરંતુ સફળતા જેને તેને નથી મળતી. સફળતા ક્યારેય પોતાનુ ધોરણ નીચું નથી લાવતી આપણે જ એટલા શક્તિશાળી બનવું પડે છે કે એનાં સુધી પહોચી શકીએ. શક્તિશાળી હોવું એટલે માત્ર શારિરીક જ નહીં તમે દરેક પરિસ્થિતિમાં તમારી માનસિક સમતુલા જાળવી શકો અને શાંત રહીને નિર્ણય લઈ શકો તો પણ તમે શક્તિશાળી જ છો.
#શકિતશાળી