#શકિતશાળી
શક્તિ શાળી
============================
જેની પાસે શક્તિ છે, એ એનો માલિક છે એજ
શક્તિ શાળી છે.
શક્તિ એ શિવા છે, ઉર્જા છે , ભીતરી પ્રવાહ છે.
આને એનો સંચાલક શિવ છે. શક્તિ ઘણા સ્વરૂપો ધારણ કરીને વિશ્વમાં સમૃદ્ધિ ફેલાવે છે. એ ભાવ થી ભક્તિ અને શરણાગતિ માં મુક્તિ પ્રદાન કરે છે.
વિશ્વ માં શિવ અને શક્તિ નો ખેલ પ્રાકૃતિક સૌંદર્ય માં સહજ ચાલ્યા કરે છે, તે સૌની ભીતર ને બહાર પણ છે, એને જાણો અને માણો એ માટે સમજણ અને શક્તિ નો ઉપયોગ કરવાની આવડત જોઈએ.
નહિ તો એ. શક્તિ જ વિનાશ નું કારણ જ બની જાય છે.
અત્યારે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા વિશ્વ ની મહાસત્તા
કહેવાય છે, એમણે ઘણા અણુશસ્ત્રો, જૈવિક શસ્ત્રો બનાવી લીધો છે.પરંતુ માણસે ભીતર ની શક્તિ સહનશીલતા ઉદારતા ક્ષમા વગેરે ખોઈ નાંખી છે, માટે વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અગર યુધ્ધ થયું તો ? એ શક્તિ વિનાશ નું કારણ બની જશે.
ઈશ્વરે સંકલ્પ શક્તિ બુદ્ધિ શક્તિ આપી છે. પરંતુ અહંકાર વશ માનવ પોતા સહિત વિશ્વમાં વસતા
પ્રાણીઓ , વનસ્પતિઓ અને ભૌતિક તત્ત્વો નો નાશ કરવા ઉદધૃત થયો છે. એ તો ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે જ, પણ આપણે એ સમજણ
કેળવવા ની છે કે શક્તિ નો સાચો ઉપયોગ કરી જાણે તે જ ખરો શક્તિ શાળી છે.
શરીર, મન , બુધ્ધિ ઈન્દ્રિયો એ તમારી શક્તિ છે અને તમે સ્વયં શક્તિશાળી ચૈતન્યમય આત્મા છો
તેથી વિનાશ કે વિકાસ કરવો એના માટે ઈશ્વરે તમને કર્મ કરવા ની સકામ નિષ્કામ છુટ આપી છે.
નિર્ણાયક તરીકે તમારી અક્કલ અને અનુભવ અને
માનવતાવાદી વલણ અપનાવી શક્તિશાળી છો એ
સાબિત કરો.
વાસ્તવિકતા અને કલ્પના અલગ છે, જે તે દેશ, સમય અને પરિસ્થિતિ અનુસાર જીવન માં સમૃદ્ધિ સુખ શાંતિ અને આનંદ મળે એવો શક્તિ નો ઉપયોગ કરી જાણે તે ખરેખર શક્તિ શાળી છે.
પરમાત્મા બધાને શક્તિ ભક્તિ અને મુક્તિ આપે...
============