એક લાખ ની લોન માટે
લાઈન માં ઉભા રેવું
બે જામીન
તમારો સારો વ્યવહાર
પૂરા ફેમિલી ની ઝેરોક્ષ
તમારા કાગળ જોઈ ને નક્કી કરશે કે 25,000 આપવા કે લાખ
હવે વોટ લેવા આવો ત્યારે એટલા નિયમો નું પાલન કરીને આવજો નેતાઓ
એક વોટ માટે બે જામીન લાવજો
500 રૂપિયા ના સ્ટેમ્પ પર લખી ને આવજો કે હું કરોડો રૂપિયા લઈ ને વેચાય નહિ
હું પ્રજા ના રૂપિયા નો પગાર નહિ લવ
હું પક્ષ પલટો નહિ કરું
હું કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર નહિ કરું
હું લાલ લાઈટ વાળી ગાડી નહિ વાપરું
હું સરકાર ની ગાડી નહિ વાપરું
હું મારા બધા જ ખર્ચ જાતેજ ભરીશ
હું પ્રજા જોડે ફેકમ ફેક નહિ કરું
હું ખોટા વાયદા નહિ આપું
હું સરકાર નો બંગલો નહિ વાપરું
હું ખુદ આત્મનિર્ભર બનીશ
હું મારા મત વિસ્તારમાં જ રહીશ
હવે પ્રજા ને હેરાન કરવાનું બંધ કરો નહિતર હવે સહનશક્તિ જો ગુમાવી ને તો ભાગવું ભારે પડશે.