❛તું જ મને કહી દે ને...
કે તને હું પ્રેમ કરું કે નહીં...
પગ લથડે છે મારા..
તારા પ્રેમનાં નશા માં...
સાલું નક્કી નથી થતું હવે..
કે તારા પ્રેમ માં પડું કે નહીં...
તું જ મને કહી દે ને...
કે તને હું પ્રેમ કરું કે નહીં...
આ લોકો જેની બીકે તું મુંજાય છે ને...
એને ક્યાં ફરક પડે છે કે હું રહું કે નહીં....
તું જ મને કહી દે ને...
કે તને હું પ્રેમ કરું કે નહીં...
આ લાગણીઓ નાં બગીચાને સાવ વેરાન ન થવા દઇશ...
શું ખબર એમાં પછી હું ફરું કે નહીં....
તું જ મને કહી દે ને...
કે તને હું પ્રેમ કરું કે નહીં...
કદાચ હાલતો થઈ જાવ હું પછી નકકી નહીં.. ...
કે હવે હું પાછો વળુ કે નહીં...
તું જ મને કહી દે ને...
કે તને હું પ્રેમ કરું કે નહીં...
પૂછૂં છું માત્ર તારા માન ખાતર....
બાકી મરણ પથારી એ પડેલ ભીષ્મ થોડી ને પૂછે....
કે હવે હું મરું કે નહીં....
તું જ મને કહી દે ને...
કે તને હું પ્રેમ કરું કે નહીં.❜