આ સુરાહીની,સાંજ સાકી છે,
હૈયું સળગે ને , જાત બાકી છે.
કેવી છે ત્યાં, તપીશ જીવનની
દર્દીને વેદના , ત્યાં પાકી છે.
તૃષ્ણા છે દિલ, ગજબની પ્રેમમાં,
સંશય તણી કરી ત્યાં ફાકી છે.
જીસ્મને જાન છે પડી કોને?
ચારે તરફ ,ત્યાં આગ થાકી છે.
હોંશે હરખ થી, મન ને બાંધી ને
આનંદ લય માં, જાત તાકી છે.