● પાંચ સલામ ●
★ સૌથી પહેલી સલામ ટેકનોલોજી ને
★ બીજી સલામ તેનો યોગ્ય ઉપયોગ કરવાવાળા સૌને
★ ત્રીજી સલામ લેખકોને સારૂં પ્લેટફોમ પુરૂ પાડતી માતૃભારતી સંસ્થા અને ટીમને
★ ચોથી સલામ એ તમામ લેખકોને, કે જે માતૃભારતીનાં વિશાળ પ્લેટફોમને અતીવિશાળ બનાવવા પોતાના લેખનનો વાચકો માટે એકધારો અને રસપૂર્ણ પ્રયાસ કરવા બદલ
★ પાંચમી અને અત્યંત કિંમતી સલામ,ખરેખર લેખકોનાં જુસ્સાને વધારી હજી સારૂં અને પહેલા કરતા વધારે લખવાની પ્રેરણા આપતાં વાચકોને
●●●
★ મિત્રો માતૃભારતીના આ પ્લેટફોમ પર મે પણ મારા લેખન દ્રારા 21મે નાં રોજથી સામાજિક નવલકથાનાં પહેલા ભાગથી શુભ શરૂઆત કરી છે અને માત્ર પાંચ દિવસમાંજ મને વાચકો તરફથી મારી ધારણા કરતા પણ અધિક વાચકોનો પ્રેમ પ્રાપ્ત થયો છે. હુ એ તમામ વાચકોનો કે જેણે મારી લખેલ નવલકથા
★ "સેતુ" - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર
પહેલો ભાગ વાંચ્યો છે અને તેમની સાથે-સાથે એ વાચકોનો પણ હુ દિલથી આભાર માનુ છુ કે જે આગળ વાંચશે.
★ આ નવલકથાનો બીજો ભાગ 28 મે એટલેકે આ ગુરૂવારે પબ્લીશ થવા જઇ રહ્યો છે, તો જે વાચકોને પહેલો ભાગ વાંચવાનો બાકી હોય એ તમામ વાચકો ને હુ વિનંતિ કરૂ છુ કે આ બે દિવસમા પહેલો ભાગ વાંચી મારા આ પહેલા પ્રયાસમાં
જોડાઇ એનાં ફ્ળ સ્વરૂપે મારો ઉત્સાહ વધારવામાં સહભાગી થાય.
★ સ્ટોરી સસ્પેંનસ કે થ્રીલર નથી. સામાજિક છે. પણ સસ્પેંનસ અને થ્રીલથી ઓછી પણ નાં રહે એનો મે મારાથી બનતો પૂરો પ્રયત્ન કર્યો છે. જેનો ખ્યાલ વાચકોને ભાગ બે (2) વાંચ્યા પછી આવી જશે અને નવલકથાનાં આવતાં દરેક ભાગનો અંત બીજા ભાગની ઉત્સુકતા વધારી દેશે એવો મે મારા તરફથી પૂરો પ્રયાસ કર્યો છે.
★ આ એક પ્રેમ ની વાર્તા છે.
★ પરંતું એ પ્રેમ નહીં જે માત્ર બે પાત્રો ની આસપાસ ચાલ્યા કરે. પણ એ બે પાત્રોની સાથે-સાથે
★ મા અને દીકરા વચ્ચેનો પ્રેમ
★ બાપ અને દિકરી વચ્ચેનો પ્રેમ
અને ખાલી સંબંધો કે વ્યક્તિઓજ કેમ ?
પશુ,પક્ષી,ઘર,ધંધો,કોઈ વસ્તુ, વિચાર,લેખન,વાંચન,સપના,સેવા, સારી આદત, કોઈ શોખ વિગેરે વિગેરે
★કોઈ પણ વ્યક્તિ તેને ગમતી કોઈ પણ બાબત સાથે પ્રેમથી જોડાઇ શકે છે.
★ શર્ત એટલી કે એ પ્રેમ ઉપરછલ્લો ન હોવો જોઈએ.
★ દોસ્તો, મારી આ વાર્તા ચોક્કસથી તમને ગમશે. એની હુ ખાત્રી આપુ છુ. પણ એનાં માટે સમય કાઢી વાંચવી એ તમારા હાથમાં છે.
શૈલેષ જોશી