હું રમ્યો મારા પ્રમાણે એટલે વાંધો પડ્યો.
હું રહ્યો મારાં પ્રમાણે એટલે વાંધો પડ્યો.
મયકદા મંદીર વચ્ચે ભીંત મેં જોઈ હતી.
જામ જાણે નામ જાણે એટલે વાંધો પડ્યો.
#અર્થ ને સરહદ બતાવી તો તરત માની ગયો.
શબ્દ જો તલવાર તાણે એટલે વાંધો પડ્યો.
ત્યાં નકદ ચાલે નહીં એ વાત વિસારી દીધી.
દીલ લેવા ગયો નાણે એટલે વાંધો પડ્યો.
દોસ્ત પણ દુશ્મન હતો એની ખબર રાખી નહીં.
રોજ જમતા એક ભાણે એટલે વાંધો પડ્યો.
સીમને નહીં કોઈ નિસ્બત' રશ્મિ' સરનામા તણી.
ગામ તો આખું પીછાણે એટલે વાંધો પડ્યો.
- ડૉ.રમેશ ભટ્ટ' રશ્મિ'.
#પ્રેમ
#લાગણી
#સંવેદના
#અર્થ