કદીક મનથી , કોઈ કળ નીકળે,
જીવવા નું કોઈ , બળ નીકળે;
સળગી રહી છે , હોળી તૃષ્ણાની
આસક્તિ નું, કોઈ ફળ નીકળે;
અક્કલ ઉધાર ખાતે, કરીએ જયારે
ભોળપણ માં કોઈ, છળ નીકળે;
મળે મિત્ર બની કોઈ, સંકટ સમયે,
દોસ્તીનું એવું બળ, પ્રબળ નીકળે;
આનંદ કોઈ બજારુ જ ચીજ નથી,
અંતર માં ચૈતન્ય એ, નિર્મળ નીકળે;