****** પોતે*****
હું પોતે જ પોતાની મંજીલ તરફ આગળ વધી ગઈ,
પથ ની કાંટાળી કેડી ઓ કંડારી હું એકલી પડી ગઈ.
સંબંધો ની આડ માં જાણે ઘણા જ હતા પોતાના,
પણ છુપાઈ ગયા બધાજ આજે રસ્તા કેરી વાડ માં.
મળ્યા કોઈ રસ્તે તો છુપાઈ ગયા બની અજાણ્યા,
તો કોઈ રહ્યા હતા ઊભા મારા થાકવા ની રાહમાં.
હતી મારી પોતાની જીદ મંજીલ સુધી પહોંચવા ની,
થાક્યા વગર પહોચવુ મારે મારા હક માટે લડવુ હતુ.
બની કોઈ નુ મારે ક્યાં બંધાય જવું હતું હવે અહીં
મારે તો મારા આકાશ માં ઉડવું જવું હતું હવે.
✍️ Aaradhya ba