માનવી પોતે જ છે પોતાનો ભાગ્યવિધાતા.
પળેપળે હોય એને નિજકર્મ થકી જ નાતા.
ખોટું કરીને ક્ષણિક હર્ષ એ અનુભવે કેટલો!
પોતાનું પોતે ભોગવવાનું નહીં પિતા કે માતા.
ન છોડે કર્મફળ ક્યારેય કદી કોઈને જગમાં ,
છોને ક્ષુલ્લક લાભ મેળવીને હોય હરખાતા.
પડે પગલું એમ કર્મકિતાબ લખાતી હોય છે,
હિસાબ તલેતલનો નોંધાયને ચોખ્ખાં ખાતાં.
રામ કે રાવણ થવું આખરે આપણાં હાથમાં ,
ખોટો અપજશ અપાય છે લેખની વિધાતા.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#પોતે