Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નસીબને દોષ દઈને બેસી રહેલા ઘણાને જોયા છે. નસીબમાં જ નથી તો શું કરીએ? ખોટી મહેનત પાણીમાં પડી જાય. કોઈ માણસ ગરીબીમાં જન્મે એ એનો વાંક નથી પણ એ મરે પણ ગરીબ જ ને તો એમા એનો પોતાનો જ વાંક છે.
મહેનત જ એટલી કરો કે નસીબ સામેથી જ આવે એનું ફ્ળ આપવા. તમે ઊંઘતા હોવ ત્યારે પણ જો તમારી કમાણી ચાલુ હોય તો સમજી લેવું કે તમારા નસીબના તમે જ રચયિતા છો. વિધાતા તમને યોગ્ય ફ્ળ આપી જ રહ્યાં છે. કહેવાયું છે ને કે નસીબ જોવા માટે હાથની રેખાઓ જ એક માત્ર રસ્તો નથી કારણ કે જેનાં હાથ નથી હોતા એઓ પણ ઘણુ નામ કમાય છે.
શું ગાડી, બંગલા, જાહોજલાલી આ બધું જ નસીબ છે? આ બધું જ હોય પણ જો રાત્રે ચિંતાનાં માર્યા ઊંઘ જ ન આવતી હોય તો આવા નસીબનું શું કરવું?
ઘણાં પરિવારો મહેલમાં રહીને પણ દુઃખી છે અને ફૂટપાથ પર કે ઝૂંપડીમાં રહેનારા સંપ અને ખુશીથી રહેતા હોય છે. કેટલીય વાર મેં એવા લોકોને જોયા છે જે પોતે મહેલોમાં રહેતાં હોય પરંતુ સામાન્ય માણસોની ખુશીની એમને ઈર્ષ્યા થતી હોય છે. તો આમાં કોનું નસીબ સારું કહેવાય? એવું નથી કે મહેલોમાં રહેનારા બધાનાં નસીબ આવા જ હોય છે, જેને પોતાનુ સુખ માણતા નથી આવડતું એની જ આ હાલત છે. બાકી તો નાની નાની વાતોમાંથી ખુશી મેળવતા લોકોથી વધુ નસીબવાળું કોઈ નથી પછી તે અમીર હોય કે ગરીબ!
એક વાત યાદ આવે છે - કાચબા અને સસલાની. બધાને ખબર જ હશે. જીત હતી સસલાના હાથમાં અને એનાં અચિંત વર્તનને કારણે એનું નસીબ કાચબો લઈ ગયો. ઘણી વાર વ્યક્તિનો અહમ એનાં નસીબ આડે પાંદડું બનીને ઊભો હોય છે. આપણું કંઈક સારુ થતુ હોય તો થોડું ઝુકવામાં નાનમ ન અનુભવવું. કોણ ક્યારે આપણી પરીક્ષા લેતું હોય છે આપણને ખબર હોતી નથી. એ પણ એટલું જ સાચું છે કે નસીબમાં હોય તે કોઈ લઈ જઈ શકતું નથી. અંતે તો સત્ય એ જ છે કે નસીબથી વધારે અને નસીબથી ઓછું ક્યારેય કોઈને મળ્યું નથી.

#નસીબ

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111446858
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now