નસીબ એનું વાંકું જે મહેનતથી દૂર ભાગે.
ભાવિ એનું ઝાંખું જે મહેનતથી દૂર ભાગે.
હાથ ન લાગે કશુંએ માત્ર કુંડળી જોવાથી,
કિસ્મત હોય પાંખું જે મહેનતથી દૂર ભાગે.
રેખા હાથની નથી ફળનારી આળસુને કદી,
મૂલ્ય એનું ના આંકું જે મહેનતથી દૂર ભાગે.
ભાગ્ય ભરોસે બેસનારને છેવટે હો પસ્તાવો,
શબ્દોનાં તીરને તાકું જે મહેનતથી દૂર ભાગે.
રેખા બદલી શકાય છે પુરુષાર્થના પ્રસ્વેદથી,
ગુમાવે છે આખેઆખું જે મહેનતથી દૂર ભાગે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#નસીબ