Gujarati Quote in Motivational by Amit Hirpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નસીબ


      નસીબ શબ્દ સાંભળી કેટલું ય યાદ આવે કેમ આ નસીબમાં ન હતું એટલે ના મળ્યું પેલી ચીજ માં નસીબ અજમાવવા જેવું છે પછી ઘણીવાર એવું કહેશો કે એ તો નસીબ માં હોય તો જ મળે શું માનવજાતિ આટલી બધી એક નસીબ નામના શબ્દ આધારિત.
      નસીબ શબ્દ ઉપર પણ થોડી દયા કરવી પડે એવું નથી લાગતું. હા એ વાત સાચી આપણે આ ધરતી પર આવ્યા છીએ એ પહેલાં જ આપણી ભૂમિકા નક્કી કરી દેવામાં આવી છે ઇશ્વર દ્વારા પણ એનો ચોખ્ખો મતલબ એ તો નથી જ ને કે આપણા થી કોઈ વસ્તુ ની પ્રાપ્તિ ન થાય આપણે થાકી જઈએ. આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ અને બધું નસીબ નામે થોપી દઈએ.. કેમકે આપણે ક્યાં એને જોયું છે એટલે એ ક્યાં આપણને કંઈ કહી શકશે. બધા ને ખબર કે શબ્દ માત્ર એનું ક્યાં અસ્તિત્વ.
       એનું અસ્તિત્વ ના હોય એ બાબત તો ગળે ઉતરે પણ માનવી થઈ ને હારી જઈએ પછી દોષનો ટોપલો એક નસીબ, કિસ્મત, તકદીર જેવા શબ્દો પર રેડી દઈએ એ માનવી તરીકે આપણું ગળે ન ઊતરે તેવું વ્યક્તિત્વ તો નથી ને.
        હવે તમને ને મને એક પ્રશ્ન થાય તો કરવાનું શું? નસીબ નું અસ્તિત્વ છે એ ધારી ને એની ઉપર કશું ય ન છોડીને છેલ્લા શ્વાસ સુધી પ્રાપ્તિ માટે પ્રત્યેક પ્રયત્ન કરી મહેનતના ઘરનું મહેમાન બની ને રહેવાનું અને હાર ને હરાવવા નો દ્ઢ નિશ્ચય કરી ને સતત આગળ વધતા રહેવું માનવી વૃત્તિ છે આપણી પ્રગતિ એ જ આ જીવનરૂપી રંગમંચનો સિદ્ધાંત છે એને છેવટ સુધી વળગી રહેવાનું કેમ કે જગતમાં તમને નહીં ખબર હોય કે આ કામ તમારા દ્વારા થશે કે નહીં પણ તમને આ રંગભૂમિનું પાત્ર આપનાર ઇશ્વર ને તો ખબર જ કે આ કામ તમારાથી થશે તો અને તો જ આ કઠિન પાત્રની જવાબદારી તમારા શિરે સોપી હોય, એટલે હકારાત્મક વલણ સાથે જીવનના આ રંગમંચની કર્મભૂમિ પર નાટક સતત ભજવ્યા કરવું જયારે તમારા પાત્રની ભૂમિકા પુરી થશે એટલે રંગમંચ પણ તમને જાકારો આપી જ દેશે.
            આમેય આ રંગમંચમાં સમય સાથે તાલમેલ નહીં ગોઠવો તો પાછળ રહી જશો અને નસીબ પર તમે બધું થોપી દેશો પણ ખરેખર સમયના યોગ્ય તબક્કામાં કાર્યમાં તમે અસમર્થ રહ્યા એટલે કાર્ય પાર ન પડયું.
           એટલે જોશથી જીવતા રહો, લડતા રહો, નસીબના રંગમાં પણ ભંગ પાડી તમારા નસીબમાં ના હોય એ પણ છીનવતા શીખો...
                       મેરા ભારત મહાન 
                            જય હિંદ
                           જય ભારત 
  

Gujarati Motivational by Amit Hirpara : 111446485
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now