આગ ને પણ સળગાવતી , ફિતરત મારી છે,
રેગીસ્તાની લિબાસ માં રહેતી, ફિતરત મારી છે.
આંસુ ઓને પી જતી , એ વહેતી ખૂની ધારા છે
લાવા ભીતરથી ઉબલતી,મારી ફિતરત મારી છે.
ટુટી પડશે આસમાન , ને બળતી વીજળી પણ,
રૂહ ને ખાક બનાવતી, મારી ફિતરત મારી છે.
વેઠવાની હદ થી ,બેહદ વણસી ગઈ છે જ મતિ,
તપાવતી જલદ તપીશ , મારી ફિતરત મારી છે.
રૂસવાઈ ના હુનર , શું ગજબની તારી જાદુગરી,
આનંદ ની વિજોગણ એ,મારી ફિતરત મારી છે.