કદીક મનથી , કોઈ બળ નીકળે,
જીવવા માટે કોઈ , બળ નીકળે;
સળગી રહી છે , હોળી તૃષ્ણાની
અનાસક્તિ નું, ભીનું ફળ નીકળે;
ભોળા ભટ્ટ, તમે છેતરાયા છો ને,
અક્કલ ઉધારી , કોઈ કળ નીકળે;
મળે મિત્ર બની કોઈ, સંકટ સમયે,
દોસ્તીનું એવું બળ પ્રબળ નીકળે;
આનંદ કોઈ બજારુ જ ચીજ નથી,
અંતરમન ચૈતન્યમય, નિર્મળ નીકળે;