ગુંચવણ ઉકેલ અમારી
ગુંચવાઇ ગઈ છે જિંદગી એવી; માનો ગુંચ પડી હોય લટો માં ગેહરિ
કેવુ સુંદર હતું જીવન; હતું ઍ ખુશાલ, બિન્દાસ્ત અને લેહરિ .
તબાહ થઈ ગઈ જિંદગી, માનો લટો નહિ, સાપોના ગુંચડાં હોય જેહરિ.
દાતા, સુજાડ કોઇ ઉપાય, આપજે એક કાંસકો જાદુઇ સરસ;
શાંતિથી કાઢે જે ગુંચ, તો પસાર થાય સુખથી, બાકીના શેષ વર્ષ.
બહારમાં ખીલે ફુલો અસંખ્ય, સાવનમાં વર્ષાથી મટે તરસ.
Armin Dutia Motashaw