ઓ વક્ષુરે વક્ષુરાન
આજ રોજે દુખમાં ગરક થયો હશે આખો સંસાર;
ઓ વક્ષુરે વક્ષુરાન, કરીયે અમે માનથી આજે જ નહી, સદા તને પ્યાર
પુર સનમાનથી અને ખરા મનથી કરીયે તને યાદ.
કરુ છું હૂં, તને દિલોજાન થી એક વિનંતી, સમજ જે મારી ફરિયાદ,
સંકટમાં છે ધરમ તારો, કર તુ કાઈ મોજેજો આજ
મોકલ હવે જલદી સોશ્યોસ ને, કરજે જલદી આં કાજ.
વિનંતી મારી, ઓ વક્ષુરે વક્ષુરાન, કરજે સ્વીકાર;
છે આજે પારસીઓ ની નૈયાં ડામાડોળ, કરવ્જે એને પાર.
Armin Dutia Motashaw