અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું આપણે.
અસત્ય ત્યજી સત્યાગ્રહી થવાનું આપણે.
આમ તો માણસ તરીકેની ઓળખ આપણી,
દેવ નહીં, પણ માણસ થૈ રહેવાનું આપણે.
આળસુ દૈવના ભરોસે બેસી રહેનારા હશે,
કર થકી કર્મ કરી વિજય વરવાનું આપણે.
સૌથી સવાયો ધર્મ માનવ તણો જગતમાં,
નરમાં નારાયણને બસ નીરખવાનું આપણે.
નથી ભાગ્ય રેખા ફળતી આળસુને કદીએ,
થૈ ઉદ્યમી અવળી રેખા પલટવાનું આપણે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#પ્રકાશ