શું કરું,તમને વખાણું ? કે વખાણું દિલ તમારું ?
છે તમારી જેમ બહુ રૂડું રૂપાળું દિલ તમારું !
આ જગતથી હું બીજે તો ક્યાં છુપાવું દિલ તમારું ?
થઇ શકે તો લ્યો મારા દિલમાં સમાવું દિલ તમારું !
બે જણાની વાત છે,શું કામ ત્રીજાને જણાવું ?
છાતી પર છે,હાથ પર શું કોતરાવું દિલ તમારું !
હું જ કહું છું-મેં લીધું છે,મેં લીધું છે,મેં લીધું છે;
એમ કંઇ છાતી ચીરી થોડું બતાવું દિલ તમારું ?!
લાભ છે એમાં ને સઘળું શુભ પણ એમાં જ તો છે,
તો ય ઘરના ટોડલે નહિ ચિતરાવું દિલ તમારું.
અહીં હવે મારું તમારું કંઇ નથી બસ આપણું છે,
દિલ નથી મારું રહ્યું તો ક્યાંથી લાવું દિલ તમારું ?
હું પડીશ તો પણ નીચે તો નહી જ પાડું દિલ તમારું,
જીવ વ્હાલો છે જ પણ જીવથી ય વ્હાલું દિલ તમારું !
-અતુલ. પટેલ😉😉