The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*આજના પરિવર્તન યુગમાં* *શું શું વધ્યુ*--🙏🤔🤭🙉 1. પુરુષો ને સાસરિયા પ્રત્યે પ્રેમ,આદર વધ્યો. . 2.બહેન કરતાં સાળી વધારે સચવાય. 3.ભાઈ કરતાં સાળો વધારે સચવાય. 4.પિતા કરતાં સસરા, વધારે સચવાય. 5.પુરુષ દ્વારા પોતાની મા કરતાં સાસુ વધારે સચવાય. 6.મોંઘવારી વધી. 7.મોજશોખ વધ્યા . 8.સુંદર દેખાવા બ્યુટીપાર્લર ના ખર્ચા વધ્યા. 9.કપડાં માં મેચિંગ વધ્યા. 10.બ્રાન્ડેડ વસ્ત્રો ના ક્રેઝ વધ્યા. 11.જન્મદિવસની ઉજવણીઓ વધી. 12.દેખાદેખી થી ચડિયાતા થવાના ક્રેઝ વધ્યા. 13.શિક્ષણ માટે ના ખર્ચા વધ્યા. 14.હુંશા તુંશી વધી. 15.આજનીનવી(પેઢીને)જનરેશન ને મા-બાપ પ્રત્યે અવગણના વધી. 16.ભાઈઓ ભાઈઓ માં મારુ તારુ ના ભેદ વધ્યા. 17.છુટાછેડાના કેશ વધ્યા. 18.દેરાણી-જેઠાણી માં કડવાસ વધી. 19.બાપની મિલકત માટે ભાઈ-ભાઈ-બહેન વચ્ચે વેરઝેર વધ્યા . 20.જૂઠ વધ્યુ. 21.વૃધ્ધાશ્રમો વધ્યા. 22.કોઈને નીચા દેખાવાના ક્રેઝ વધ્યા. 23.વડિલોની સાથે અશોભનીય વર્તન વધ્યા. 24.પદ પ્રાપ્તિ માટે કાવાદાવા વધ્યા. 25.હોટલો નું ખાવાના ક્રેઝ વધ્યા. 26.પોતાની મોટાઈ બતાવવાનું વધ્યું. 27.દેખાદેખી કરવામાં દેવું વધ્યું... 🌹🙏🏾🌹આજ ની નરી વાસ્તવિકતા 🌹🙏🏾🌹
હું તને ક્યાં કશું લખી શક્યો છું? બસ તું જ મારામાં લખાતી જવ છું તારા ચહેરા પર ખોવાયેલો સુખદ પ્રસંગ, મિલનની ક્ષણોમાં આંખોમાંથી ધસી આવેલો ખરાશનો દરિયો, જીવનમાં સાથે ન ચાલી શકવાના ન ભોગવાયેલા સ્પંદનનો લાગણીઓ, યાદો, સુખદ ક્ષણો, તારા હાથમાં લગાવેલી એ મહેંદીની સુવાસ, નજીક આવતા અથડાતા તારા ગરમ શ્વાસનો સ્પર્શ, પથારીમાં સેવેલા પડખાની હુંફ, તારી સાથે ગાળેલા ચોમાસાની ભીનાશ, એકબીજાનો હાથ પકડીને ચાલેલા શાંત રસ્તે એ પગરવ અને પડછાયા. રાતો જાગીને કરેલા ઉજાગરા અને એની વાતોના સંવાદો, શરૂઆતમાં તારા મીઠા ગુસ્સા, થોડા રીશામણા થોડા મનામણાં, થોડા પુરા ને થોડા અધૂરા વાયદા, વર્ષોના સહજીવનની સાથે ગાળેલી એવી કેટલીયે ક્ષણો ધીમે ધીમે સરકતી જાય છે, લપસતી જાય છે, કલમ, કાગળ, પંક્તિ, શબ્દ, અક્ષર રૂપે માત્ર હવે અછાંદસમાં લખાતી જવ છું. તું જીવનને પછેડીમાં બાંધીને ઉજાગર કર, જીવનમાં ઢબૂરાઈ રહેલા ડુમાના પરપોટાની છાલ ઉખેડી ફેક, ચાલ સંગે સંગ જીવન માણી લે. અતુલ પટેલ
એને કદી મારી કદર તો થઈ નથી, થાશે નહિ, સંબંધ મારા લોહીથી તો ગ્યા નથી , જાશે નહિ. જેહાદ કરતો આત્મા આ દેહના મેદાન પર, હું મારવા કાજે હવે તો, હુજ ત્યાં પાશે નહિ. ઝયારત કરી હરખાય છે, પરિવાર તો મારોજ છે, નફરત કદી ના એમના પ્રત્યે મને થાશે નહિ. ઠોકર ભલે મારો બધા, હું પ્રેમતો કરતો રહીશ, નફરત કરું હું આપને, એવું કદી થાશે નહિ. ભૂલી શકો છો આપ હૈયાતી અહી મારી ભલે, પણ યાદ મારા આ હૃદય થી આપની જાશે નહિ. અતુલ પટેલ
સ્કુલો ના એ દિવસો માં જયારે અમે ફસાયા તેના 'હોઠ' માં .. ત્યાર પછી થી હમેશાં અમારું નામ પણ આવ્યુ 'ઠોઠ' માં .. !!! -Àtul Patel
કાં મને માપી શકો, કાં મને પામી શકો. બહુ વિગતમાં ના પડો, તો મને ચાહી શકો: અતુલ
💞 ઘણું યે એકબીજાને ખમ્યા'તા , નહીં! પછીથી એકબીજામાં શમ્યા'તા, નહીં! પ્રથમ કિટ્ટા, પછી બુચ્ચા કર્યા 'તા, ને પછી તો આપણે સાથે રમ્યા'તા, નહીં! અમારી સ્વપ્નશીલ આંખોની ગલીઓમાં તમોને આંટાફેરા બહુ ગમ્યા'તા, નહીં! ખરે મધ્યાહ્ને, રખડ્યા સાવ બેપરવા ધીમે રહી એ દિવસ પણ આથમ્યા'તા, નહીં! અટારીઓ હતી નોખી, એ અરસામાં સખા, મજિયારા તારા ટમટમ્યા'તા, નહીં! અતુલ. પટેલ
શિલ્પીની કંડારેલી કૃતિ સમી તારી આકૃતિને, અપલક નેત્રે નિરખવા આ દિલ ઝંખે છે. તારા પ્રેમને ગઝલમાં વર્ણવવા, આ દિલ ઝંખે છે. તારી મધુર યાદોની સ્મૃતિઓનું સ્મારક બનાવવા, આ દિલ ઝંખે છે. સ્વપ્નાઓનાં સહિયારા વાવેતરમાં, તારો સાથ આ દિલ ઝંખે છે. હૃદયની વાતોને શબ્દોમાં બયાન કરવા, આ દિલ ઝંખે છે. દર્દ અને વ્યથા ભરેલી આ દુનિયામાં, તારી નજરના સ્પર્શ સુખને પામવા. આ દિલ ઝંખે છે. પૂરા જીવનની તૃષા છીપાવવા, તારા પ્રેમનું એક બુંદ પામવા, આ દિલ ઝંખે છે…
શહેરની મેં સ્પિરિટ પણ જોઇ, ને સ્પિરિટ્મય શહેરને પણ જોયું. (અહીં સ્પિરિટનો અર્થ આલકોહોલ) અબીલ ગુલાલની છોળો વચ્ચે મેં ભક્તિમય શહેરને પણ જોયું. ભરચક ટોળા ના ટોળા વચ્ચે મેં એકલવાયા શહેરને પણ જોયું. જાતજાત ને ભાતભાતની લોક છતાં, મેં એકતાતીત શહેરને પણ જોયું. સવપ્નું હતું ફક્કડ, બાપા સાથે દુર્જનોનું મેં વિસર્જન કરતા શહેરને પણ જોયું
એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser