Gujarati Quote in Thought by Himanshu Thakkar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(કોરોના :- વણ માંગેલી ભેટ)

કે આ કોરોના કાળ ની કપરી વાતો
જાય માંડ દિવસ અને નાં જાતી રાતો,

લોકો લેતા તેને હળવાશ થી એકદમ ને
કરતા મજાક અને કરતા એની વાતો,

વર્ષ ની શરૂઆત માં હતા સૌ બિન્દાસ્ત
લોકો ને એમ આપણે શું આનાથી નાતો ?

ધીમે ધીમે બેફામ બન્યો આ વાયરસ
નિશ્ચિત હતા લોકો ને ફેલાતો એ જાતો,

જોત જોતા માં એ દેશ માં ગયો વ્યાપી
દિન તો ઠીક લોકો જાગવા લાગ્યા રાતો,

કરફ્યુ નો થયો સહારો એ હાલ માં, પણ
લોકો નો રખડવાનો હરખ નહોતો જાતો,

પાન મસાલા બન્યા જીવન જરૂરિયાત ને
શાકભાજી નો પણ મોહ નાં સમજાતો

વખત થયો પસાર ને લોકો થયા બેહાલ
ગરીબી ને ભૂખમરો હવે ન્હોતો સહેવાતો,

અંતે હળવો બન્યો કરફ્યુ અને મળી છૂટ
લોકો કરવા લાગ્યા નવી નવી શરૂઆતો,

હજુ કેસ વધી રહ્યા છે બુદ્ધિ નાં અભાવે !
પણ લોકો નાં સમજે કોઈપણ રજૂઆતો,

હજારો - લાખો અને થશે એથી ય વધારો
જરા તો સમજો કે જીવ આપણો જ જાતો,

કે હાથ જોડી 🙏 કરે વિનંતી એક "આશુ"
સાવચેતી સાથે જોડી લો હજુ પણ નાતો,

સામાજિક અંતર ની પણ ટેવ વિશેષ પાડો
બાકી વિદેશો જેવી આપણી થશે વાતો,

રહેશું હયાત તો જીવન મન ભરી ને ઉજવીશું,
પણ એવું નાં બને કે બની રહી જઈએ યાદો 🙏

હિમાંશુ "આશુ".$❣️...✒️

Gujarati Thought by Himanshu Thakkar : 111444704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now