Quotes by Himanshu Thakkar in Bitesapp read free

Himanshu Thakkar

Himanshu Thakkar

@hims7188gmail.com1397
(22)

મળ્યા મને લોકો હમેશ ને માટે એવા
કે કાયમ આ જીવન જીવવા લડુ છું.

જ્યારે ચડવા લઈએ કોઈ નો સહારો
તે જ વખતે કાયમ માટે હું પડું છું.

હર હમેશ નડતા લોકો ને એકજ પ્રશ્ન,
કે હું તમને ક્યાં કોઈ દિવસ નડું છું ?

જ્યારે જરૂર હોય કોઈ સાથે નાં હોય,
તોય હું દરેક ની મુશ્કેલી માં સાથે મળું છું.

હાથ નાં આપો તો, આઘાત પણ નાં આપો
દર વખતે લોકો ની નજરો માં હું જ ચડું છું.

લોકો ને તમે ઠંડક આપો તો હમેશા રાજી,
શું ખબર એમની ઠંડક માટે કેટલો બળું છું

હસતો જોઈ લોકો ને થાય આને શું વાંધો છે ?
બધા ને શું ખબર કે એકાંત માં હું પણ રડુ છું.

✒️....આશુ 💕

Read More

એ દિવસો પણ કેવા હતા નહિ ?

શિક્ષકો નો ભલે માર હતો ને ,સ્કૂલ બેગ નો ભાર હતો,
તો પણ બધા દોસ્તો ની સાથે એ સમય મજેદાર હતો

આવક હતી ઓછી ને ગજવા માં પૈસા નો ભાર ન હતો,
ઓછી મૂડી માં જલસા ઝાઝા એવો વ્યવહાર હતો

દિવસે ને દિવસે પરિસ્થિતિ જાણે બદલતી જાય છે,
ગમે તેટલો રોકવા પ્રયત્ન કરો સમય ક્યાં રોકાય છે ?

જે નાના ઘર માં આનંદ થી રહેતા હતા પરિવાર ની સાથે
આજે વિશાળ ઘર માં પણ ક્યાં ચાર માણસ સચવાય છે ?

લોકો હતા માયાળુ એક બીજા ને કાયમ મદદરૂપ બનતા,
પણ , આજે તો મનુષ્ય નો માત્ર અહમ જ સંતોષાય છે.

નાના હતા ત્યારે એમ થતું કે ક્યારે મોટા થઈ જઈએ,
પણ હવે ચાહીએ તો પણ ફરી થી ક્યાં નાના થવાય છે ?

ખોટી ચિંતા ઓ કર્યા વગર જીવન ને માણતા શીખી જઈએ,
કઈ ઘડી એ છેલ્લી ઘડી હશે, એ પણ ક્યાં કદી જણાય છે ?
આશુ ....💕

Read More

ફરી રહેલા ઘડિયાળ નાં કાંટા ને જોતી રહી બે આંખો,

નાં જાણે કેમ આજે નીંદર ને આવી ગઈ હોય પાંખો ?

આશુ...❣️

શબ્દો થકી સમજાવવી પડે તે લાગણી શું કામની...?

નજર થી નજર મળે ને પ્રેમ થતાં પણ જોયા છે...❣️

@@$!-!!_!

#Love
#feelings

#જરૂરિયાતમંદ

આજે જરૂરિયાતમંદ દરેક વ્યક્તિ છે, દરેક સરકાર છે, દરેક દેશ છે, આખું વિશ્વ છે અને તેનું કારણ અહીંયા વ્યક્ત કરવું હું જરૂરી નથી માનતો કેમકે બધા ને ખ્યાલ જ છે. નાના વ્યક્તિ ની નાની જરૂરિયાત અને મોટા વ્યક્તિ ની મોટી જરૂરિયાત. જરૂરિયાત નાં માપદંડ નાના મોટા હોઈ શકે પરંતુ તેનું મહત્વ સદૈવ સરખું જ રહેવાનું.ભૂખ્યા ને જરૂર ભોજન ની, દર્દી ને જરૂર દવા ની,પોતાના ગામ જવા તડપી રહેલા શરણાર્થી ઓ ને જરૂર વાહન ની અને સરકારી અધિકારી ઓ ની પરવાનગી ની.

જરૂરિયાત આધારિત એક એવું ચક્ર ચાલી રહ્યું છે કે જેમાંથી એક પણ કડી તૂટે તો આ શ્રુંખલા ખોરવાઈ શકે.બસ આ પરિસ્થિતિ માં લોકો ની જરૂરિયાત ને પૂરી કરવા માં મદદરૂપ બની અને #જરૂરિયાતમંદ લોકો ને મદદ રૂપ થઇ એ તે મહત્વનું છે.

"આશા રાખીએ જલ્દી કોરોના નો પ્રકોપ થશે મંદ
અને થશે સ્વનિર્ભર જે આજે છે જરૂરિયાતમંદ"

Read More

અચૂક વાંચવા જેવું પુસ્તક
..................................

નાં જાણે કેટલીય વાર વાંચ્યું આ પુસ્તક ,
તોય હૈયાને સંતોષ નાં થાતો સજનવા...

જેટલી વાર વાંચું ત્યારે એ પોતિકુ જ લાગે,
લાગે છે જાણે કોઈક જૂનો નાતો સજનવા...

Read More

આજ જાણે કે દરેક વ્યક્તિ ની હાલત છે નબળી
ગરીબ હોય કે પૈસાદાર તમામ છે જરૂરિયાતમંદ

પરિસ્થિતિ છે હાલ માત્ર થોડો સમય સાચવવાની
જે સાચવી જાય આ હાલત ને એ જ અકલમંદ

ચારે બાજુ વ્યાપેલો છે ડર અને ભય નો માહોલ
જો ચેતી ને રહેશું તો ફરી પાછો છવાશે આનંદ

લોકો ગમે તેટલા રહ્યા પૈસા વાળા છે ઘરો માં બંધ
શાંતિ અને પૈસા ની જરૂર સૌને, અંતે બધા જરૂરિયાતમંદ


#જરૂરિયાતમંદ

Read More

તમામ સ્ત્રીઓ ને સમર્પિત ✌️

***********************

દીકરી ઓ થકી ઘર લાગે રૂપાળું
ઉડી જાય સાસરે ને રહી જાય માળો

દીકરી માટે કહે છે કે બે ઘર ને તારે
પિયર ને માય મૂકી, સ્નેહ કરે હૂંફાળો

દીકરી હમેશા જ વહાલ નો દરિયો ને
બાપ દીકરી નો તો સંબંધ જ રૂપાળો !

#માળો

Read More

વાત નોખાં થવાની બસ આટલી જ કે,
એ માંગતી હતી મને કોઈ પણ રીતે છોડવા ને,
હું નહોતો માંગતો એને કોઈ પણ ભોગે તોડવા

Read More

#તોફાની

"ભગવાન શ્રી કૃષ્ણ " ✌️