Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમને કયા રોગ થઈ શકે છે તેનો સીધો સંબંધ તમારી જન્મ તારીખ સાથે છે. અંકશાસ્ત્ર પ્રમાણે જે દિવસે તમારો જન્મ થયો હોય તે દિવસ જ તમારો મૂળાંક ગણાય છે. તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જનમ્યા હો પરંતુ તમારી જન્મ તારીખનો સરવાળો શરૂઆતના 9 આંકડામાં જ થઈ છે. જેમ કે કોઈની જન્મ તારીખ 24 હોય તો તેનો મૂળાંક 6 આવશે. જ્યારે 31 તારીખ હોય તો 4 મૂળાંક ગણાશે. જ્યારે 29 તારીખે જન્મા હોય તો તેમને સરવાળો બે વાર કરવો પડશે તે પ્રમાણે પહેલા 29- 2+9= 11 અંક આવે છે. ત્યારબાદ ફરી તેને બીજી વાર સરવાળો કરીને 1+1= 2 એમ બીજીવાર સરવાળો કરવો પડે ત્યારે મૂળાંક મળે.

અંકશાસ્ત્ર પ્રમાણે જે-તે દિવસે જન્મો છે જ દિવસે તમને કયા રોગ થઈ શકે છે તે નક્કી થઈ જાય છે. જો તમે તમારી મૂળાંકમાં દર્શાવ્યા અંકો પ્રમાણે રોગોથી બચવા માગતા હો તો અગાઉથી ધ્યાન રાખી શકો છો. જેમ કે તમારા અંકમાં ડાયાબિટીસ હોય તો તમારે અગાઉથ જ ડાયાબિટીસ ન થાય તે માટે પ્રયાસ કરવા જોઈએ.

વાંચો તમારા મૂળાંક પ્રમાણે તમને કયા રોગ થી શકે છે. અંક પ્રમાણે રોગોની માહિતી ચરક સંહિતામાં પણ દર્શાવવામાં આવી છે...

અંક-1- તારીખ- 1, 10, 19, 28

મૂળાંક એક વાળા વ્યક્તિ પિત્ત સાથે સંબંધિત રોગોને લગતી પરેશાનીઓ રહે છે. પિત્તને ઘટવા-વધવાની સમસ્યાઓ પેદા થતી રહે છે. અંક એકનો મૂળાંક ધરાવા લોકો દિલની બીમારીઓ, દાંતના રોગો, માથાના દુખાવો, નેત્ર રોગ, મૂત્ર રોગ સંબંધી રોગો વગેરે થવાની શક્યતાઓ રહે છે. આ અંક સૂર્ય સાથે સંબંધિત હોવાથી તેને લગતી સમસ્યાઓ વધુ રહે છે.

અંક-2 –તારીખ 2, 11, 20, 29

અંક-2 વાળા લોકરોને ગેસના રોગો, આંતરડાનો સોજો, ટ્યૂમર, માનસિક દુર્બળતા, ફેંફસાને લગતા રોગો વગેરે થવાની સંભાવનાઓ રહે છે. આ અંક ચંદ્ર ગ્રહનો હોવાથી તેને લગતી પરેશાનીઓ થઈ શકે છે.

અંક-3-તારીખ 3, 12, 21, 30

મૂળાંક 3 વાળા લોકોને સ્નાયુ તંત્ર અર્થાત્ નર્વસ સિસ્ટમન રોગ, પીઠનું દર્દ, પગનું દર્દ, ચામડીના રોગો, ગેસ, હાંડકાના રોગોથી પરેશાન કરતા રગો. ગળાના રોગ તથા લકવો થવાની શક્યતાઓ રહે છે.

અંક-4 તારીખ 4, 13, 22, 31

મૂળાંક 4 વાળાને શ્વાસની બીમારીઓ, દિલની બીમારીઓ, બ્લડ પ્રેશર, પગમાં ચોટ, એનિમિયા, ઊંઘની સમસ્યા, આંખની સમસ્યા, માથાનો દુખાવો, પીઠનો દુખવાની થવાની ફરિયાદ થાય છે.

અંક-5- 5, 14, 23

મૂળાંક- 4 વાળા લોકોને સામાન્ય રીતે અપચો અને એસીડીટીની સમસ્યાથી પરેશાન થવું પડે છે. માનસિક તણાવ, માથાનો દુખાવો, જુકામ, નબળી નજર, હાથ અને પગમાં દુખાવો, લકવો જેવા રોગો થવાની શક્યતાઓ રહે છે.
અંક-6 તારીખ 6, 15, 24

છ અંકવાળાને ગળા, કિડની, છાતી, મૂત્ર વિકાર, હૃદયરોગ તથા ગુપ્તાંગોના રોગ, ડાયાબિટીસ, પથરી, ફેંફસાના રોગો વગેરે થવાની શક્યતાઓ રહે છે.

અંક-7 તારીખ 7, 16, 25

મૂળાંક 7વાળા લોકોને કબજિયાત, પેટના રોગો, આંના નીચે કાળા ધબ્બા, માથાનો દુખાવો, લોહીની બગાડ વગેરે થવાની શક્યતા રહે છે. ફેફસા સંબંધી રોગ, ચામડીન રોગો, અને યાદદાસ્તની નભળાઈનો સામનો કરવો પડે છે.

અંક-8 તારીખ 8, 10, 19, 28

અંક આઠના લોકોને લીવરના રોગો, વાત રોગ સતાવી શકે છે. તે સિવાય તેમને મૂત્ર સંબંધી રોગ થવાની શક્યતા રહે છે. તે સિવાય તેમને ડિપ્રેશન થવાની ફરિયાદ પણ રહી શકે છે.

અંક-9- તારીખ 9, 18, 27

મૂળાંક 9 વાળા લોકોને પેટના વિકારો, આગથી બળતરા, મૂત્ર પ્રણાલીમાં વિકાર, તાવ-માથાનો દુખાવો, દાંતનું દર્દ, બવાસીર, રક્ત વિકાર, ચામડીના રોગો થવાની સંભાવનાઓ રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111444037
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now