ખાલી જીસ્મને જ નહીં રૂહને પણ અડી શકે તો પ્રેમ કરજે,
કપડાં ઉતારવા એ વફા નથી જો તું લાજ બચાવી શકે તો પ્રેમ કરજે,
હજારોની ભીડ ભલે હોય પણ એનો હાથ હકથી પકડી શકે તો પ્રેમ કરજે,
એ મારી છે એમ નહીં પણ હું એનો છું એમ કહી શકે તો પ્રેમ કરજે,
એનાં ગયાં પછી પણ જો એની યાદોથી તારી જિંદગી શણગારી શકે તો પ્રેમ કરજે,
એના ગાલો પર રમતાં ગુલાબી સ્મિત માટે જો એને જતી કરવી પડે અને તું કરી શકે તો પ્રેમ કરજે....
-Mr. R